પાટણ જિલ્લામાં તા. 3 થી 9 ઓક્ટોબર સુધી યોજાશે સંકલ્પ સપ્તાહ કાર્યક્રમ

‘’સબકી આકાંક્ષાએ, સબકા વિકાસ’’ થીમ અંતર્ગત આયોજીત સંકલ્પ સપ્તાહમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાને એસ્પીરેશનલ તાલુકા તરીકે જાહેર કરાતાં તા.3 ઓક્ટોબર થી તા.9 ઓક્ટોબર સુધી સંકલ્પ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સબકી આંકાક્ષાએ સબકા વિકાસ અંતર્ગત આયોજીત આ કાર્યક્રમોમાં સપ્તાહ દરમિયાન વિવિધ ગામોમાં અલગ-અલગ થીમ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવશે.

કાર્યક્રમોની વિગતે વાત કરીએ તો, તા.3 ઓક્ટોબરનાં રોજ સંપૂર્ણ સ્વાસ્થ્ય-એક સંકલ્પ હેલ્થ અને વેલનેસ સેન્ટર અંતર્ગત સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરવામાં આવશે. તા.04.10.2023ના રોજ સુપોષિત પરીવાર થીમ અંતર્ગત પોષણ મેળાનું આયોજન, તા.05.10.2023ના રોજ સ્વચ્છતા એક સંકલ્પ અંતર્ગત ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા શિબીરનું આયોજન કરવામાં આવશે. તા. 06.10.2023ના રોજ કૃષિ મહોત્સવ થીમ અંતર્ગત પંચાયત હોલમાં કાર્યક્રમ,

તા.07.10.2023ના રોજ શિક્ષા એક સંકલ્પ થીમ અંતર્ગત પ્રાઈમરી અને મિડલ લેવલ શાળાઓમાં કાર્યક્રમો, તા.08.10.2023ના રોજ સમૃદ્ધિ દિવસ થીમ અંતર્ગત પંચાયત હોલમાં કાર્યક્રમ, તા.09.10.2023ના રોજ સંકલ્પ સપ્તાહ સમાવેશ સંમેલન થીમ અંતર્ગત બ્લોક પંચાયત ખાતે સમાવેશ સમારોહનું આયોજન કરાશે. આ સપ્તાહ દરમિયાવ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના લોકોને પણ સહભાગી થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Leave a Comment