જિલ્લા સેવા સદન ખાતે માન. મુખ્યમંત્રીશ્રીના વન ડે વન ડિસ્ટ્રીટ પ્રોગ્રામ હેઠળ પાટણ જિલ્લાના પ્રવાસ દરમિયાન સંસદ સભ્યશ્રી/ ધારાસભ્યશ્રી તેમજ પદાધિકારઓના પ્રશ્નો ઉપરાંત જિલ્લાના ધારાસભ્યોશ્રી , જિલ્લાના પદાધિકારીશ્રીઓ દ્વારા જિલ્લામાં રહેલા પ્રશ્નોની રજૂઆત જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં કરતા હોય છે. આમ જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠકોમાં આવેલી રજૂઆતોની અમળવારીના સંદર્ભે આજ રોજ ATR બેઠક યોજાઇ હતી.
આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે અધિક નિવાસી કલેકટરશ્રી પ્રદિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં આવેલ રજુઆતના અમલીકરણ માટે ATRની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠકમાં આવેલા રજૂઆતના સંદર્ભે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કરેલ કામગીરી સંદર્ભે પ્રેઝન્ટેશન સાથે હાજર રહ્યા હતા તેમાં થયેલી કામગીરીનો અહેવાલ માન. અધિક નિવાસી કલેકટરશ્રીને બતાવવામાં આવ્યો હતો અને કામગીરીની અમલવારી વિગતસર જોઈ હતી. ઉપરાંત અધિક નિવાસી કલેક્ટરશ્રીએ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ તેમજ CMO પોર્ટલમાં આવેલી રજૂઆત સંદર્ભેની રજૂઆત ઝડપથી પૂર્ણ થાય તે સંદર્ભે જિલ્લાના સંકલન અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.
આજ રોજ યોજાયેલ ATR બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં