પત્નીએ દારૂ પીવા માટે રૂપિયા ના આપતાં પતિ ગુસ્સે થતાં દંડાથી ઢોર માર માર્યો, જુઓ વીડિયો

ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં એક નરાધમ પતિએ તેની પત્નીને દંડાથી ઢોર માર માર્યો હતો. પત્નીએ દારૂ પીવા માટે તેના પતિને રૂપિયા આપ્યા નહોતા. જેની લીધે પતિ ગુસ્સે થઈ ગયો અને તેની પત્નીને દંડાથી માર મારવા લાગ્યો હતો.

પત્ની હેવાન પતિ સામે રડતાં-રડતાં આજીજી કરતી રહી છતાં હેવાન પતિ તેને બેરહેમીપૂર્વક માર મારતો જ રહ્યો હતો. આ જોઈ રહેલાં લોકોએ પણ મહિલાને બચાવવાનો પ્રયત્ન કર્યો નહીં. આ ઘટનાનો વીડિયો બાળકોએ રડતાં-રડતાં બનવ્યો હતો. વીડિયો વાઇરલ થતાં લોકોએ પતિ સામે કડક કાર્યવાહી કરવા પોલીસને માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published.