સેક્સનો સૌથી વધુ આનંદ ઉઠાવો છે? તો જરુર વાંચો…
આ ખબર એ પુરુષોને થોડી ચિંતિત કરી શકે છે જે ખુબ ઓછો સમય ઊંઘે છે. આ શોધમાં એ વાત સામે આવી છે કે ઊંઘ પૂરી ન કરનારા પુરુષોની સેક્સુઅલ ક્ષમતા ઓછી થઈ જાય છે.
શોધ પ્રમાણે જે પુરુષો એક દિવસમાં પાંચ કલાકથી ઓછી ઊંઘ લે છે તેમના વીર્યમાં ઊંઘ પુરી કરનાર વ્યક્તિઓની સરખામણીએ શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય છે.
જરનલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશન દ્વારા 24 વર્ષના 10 યુવકો પર આ શોધ કરવામાં આવી હતી. તેમાં પહેલાં ત્રણ દિવસ યુવકોને 10 કલાકની ઊંઘ લીધી હતી અને બાદમાં આઠ દિવસ સુધી માત્ર 5 કલાકની ઊંઘ લીધી હતી તે દરમિયાન ડૉક્ટર્સે બધાના લોહીના નમુનાની તપાસ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે પહેલા ત્રણ દિવસ યુવકોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર સામાન્ય અને હેલ્ધી હતું જ્યારે ઊંઘની કમીને કારણે આ સ્તર ઘટી ગયું હતું. તેનાથી સ્પષ્ટ થાય છે કે આપની ઊંઘની કમી આપની સેક્સ લાઈફને અસર પહોંચાડી શકે છે.
૧) હું 21 વર્ષનો છું. મને રોજ માસ્ટરબેટ કરવાની ઇચ્છા થાય છે, પરંતુ હું મારી ઇચ્છાને કન્ટ્રોલ કરું છું અને અઠવાડિયામાં બે કે ત્રણ વખત જ કરું છું. હું ખૂબ પાતળો છું. મારા ફ્રેન્ડ્સ કહે છે કે એનું કારણ એ છે કે હું રેગ્યુલર માસ્ટરબેટ કરું છું. શું આ વાત સાચી છે?
ચોક્કસ જ નહીં. તમે સમજું છો કે જ્યારે તમને સેક્સ માટેની ખૂબ ઇચ્છા થાય ત્યારે જ તમે એ કરો છો. તમારા ઓછા વજન માટે બીજાં કારણો હોય શકે. એચઆઈવી- એઇડ્ઝનો ટેસ્ટ કરાવો. ભવિષ્યમાં કોઈ રિસ્ક ન લેતા. હંમેશા કોન્ડોમનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
૨) મારી ઉંમર 23 વર્ષ છે. હું માસ્ટરબેટ કરું છું ત્યારે મારા પેનિસની ફોર્સ્કિન પેનિસની ટોચ સુધી ખેંચાતી નથી. મેં સાંભળ્યું છે કે એના લીધે ભવિષ્યમાં ઇન્ટરકોર્સ દરમિયાન પ્રોબ્લેમ થશે. કોઈ દુખાવા વિના એને પેનિસની ટોચ સુધી લઈ જવા માટે મારે શું કરવું જોઈએ?
દરરોજ બાથ કરતી વખતે ફોર્સ્કિન પર બેટનોવેટ ક્રીમ એપ્લાય કરો. કોઈ દુ:ખાવો ન થાય એ રીતે ફોર્સ્કિનને ઉપર નીચે કરો. જો ત્રણ અઠવાડિયાંમાં સ્થિતિમાં સુધારો ન થાય તો સર્જનને મળો.
૩) મારી ઉંમર 36 વર્ષ છે. મારી વાઇફ મારાથી ખૂબ જ અપસેટ છે. તે કહે છે કે મારું પેનિસ ઘણું નાનું છે અને હું તેને સેક્સ્યુઅલી સેટિસ્ફાય કરી શકતો નથી. વળી, તે એમ પણ કહે છે કે ઇન્ટરકોર્સ દરમિયાન સ્પર્મ્સ તેની વજાઇનામાંથી તરત જ બહાર આવી જાય છે. મારે શું કરવું જોઈએ?
તમારે બંનેએ કોઈ સેક્સપર્ટ પાસેથી સેક્સ એજ્યુકેશનનો કોર્સ કરવાની જરૂર છે. તમારી વાઇફ શીખશે કે સીમેનનો બહું થોડો ભાગ એબ્સોર્બ થાય છે જ્યારે બાકી તો પસાર થાય છે અને વેડફાય છે. ઓર્ગેસમનો આધાર પેનિસની સાઇઝ પર નહિ પરંતુ ક્લિટોરિસ-ફીમેલ પેનિસ પર છે.