‘તારો કપડાં બદલતો વીડિયો મારી પાસે છે’ યુવતીને ધમકી આપી યુવકની શરમજનક કરતૂત

‘તારો કપડાં બદલતો વીડિયો (Video) મારી પાસે છે અને જો તું મારી સાથે વાત નહીં કરે તો આ વીડિયો વાયરલ (Video viral) કરી દઈશ અને તમારા પરિવારને હાનિ પહોંચાડિશ.’ પાડોશમાં રહેતા યુવકે 16 વર્ષીય કિશોરીને વોટ્સએપ કોલ (whats app) કરી ધમકી આપી અને તેની સાથે વાતચીત શરૂ કરી બિભત્સ વીડિયો (Nasty videos) મોકલતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

નવા નરોડા વિસ્તામાં રહેતી એક મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં (krushnanagar police station) ફરિયાદ આપી છે કે ત્રણ ચાર દિવસ અગાઉ તેની 16 વર્ષીય દીકરીએ જાણ કરી હતી કે પાડોશમાં રહેતો યુવક છેલ્લા બે મહિનાથી તેને હેરાન કરે છે.

આશરે બે મહિના પહેલા આરોપી યુવકે કિશોરીને whatsapp કોલ કર્યો હતો અને ધમકી આપી હતી કે તારો કપડાં બદલતો વીડિયો મારી પાસે છે અને જો તું મારી સાથે વાત નહીં કરે તો આ વીડિયો વાયરલ કરી દઈશ અને તમારા પરિવારને હાની પહોંચાડિશ.

જો કે કિશોરીએ પરિવારની સલામતી માટે તેની સાથે વાતચીત શરૂ કરતાં આરોપી તેને વોટ્સએપ કોલ કરતો અને બિભત્સ વાતચીત કરતો હતો. કિશોરી તેને બ્લોક કરી દેતા તેણે ફરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

અને વોટ્સએપમાં તેનો નંબર unblock કરાવ્યો હતો. જોકે બાદમાં આ નરાધમે કિશોરીને બિભત્સ વીડિયો મોકલવાનું પણ શરૂ કર્યું હતું. અને તેના પરિવારને પણ ગાળો બોલીને કિશોરીને વીડિયો કોલ કરવા માટે દબાણ કરતો હતો.

એટલું જ નહિ કિશોરીને આકાશ નામથી લવ લેટર લખવી વોટ્સએપ કરી આપવા પણ દબાણ કર્યું હતું. ત્યારબાદ આરોપી અવાર નવાર કિશોરી સાથે બિભત્સ વાતો કરતો હોવાથી તેણે કંટાળી સમગ્ર ઘટના ની જાણ તેની માતા ને કરી હતી. અને આ મામલે પોલીસ ને જાણ કરતા પોલીસ એ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.