પાટણમાં ખોટા દર્દીઓ બતાવી રેમડેસિવીર ઇન્જેક્શન લેનાર હોસ્પિટલના ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ

ઓનલાઇન પોર્ટલમાં શહેરના દેવભૂમિ હોસ્પિટલમાં ખોટા નવ દર્દીઓના નામે ઇન્જેક્શન મંગાવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું

ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી ખાનગીમાં સારવાર લેતા કોરોનાના દર્દીઓને સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection) મળી રહે તે માટે ઓનલાઇન પોર્ટલ બનાવી 28 હોસ્પિટલોને અંદર સમાવેશ કરી ઇન્જેક્શન વિતરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કેટલી હોસ્પિટલો ઇન્જેક્શન ખોટી રીતે મંગાવી તેને ખોટો ઉપયોગ કરી રહ્યા હોવાનું ધ્યાને આવતા કલેકટર દ્વારા તાત્કાલિક સોમવારે ધારપુર સિવિલમાંથી વિતરણ થતો ઇન્જેક્શનનો જથ્થો બંધ કરવાનો આદેશ કરી તપાસ સોંપી હતી.

કલેકટરના આદેશથી કાર્યવાહી કરાઇ
ટિમ દ્વારા મળેલી માહિતી મુજબ શહેરની દેવભૂમિ હોસ્પિટલમાં તપાસ કરતા ડૉક્ટર કાનજીભાઈ રબારીએ નવ દર્દીઓ માટે નોંધાયેલ ઇન્જેક્શન વાળા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ જોવા મળ્યા ન હતા. આ બાબતે તપાસ કરતા સંતોષકારક જવાબ ન આપતા ટિમ દ્વારા ખોટા દર્દીઓના નામ લખી ઇન્જકેશન મેળવતા હોવા મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા કલેકટરના આદેશ અનુસાર તપાસ કરનાર નર્સીંગ કોલેજ સિદ્ધપુરના પડ્યાપક રાકેશ પાટીદાર દ્વારા ર્ડા કાનજીભાઈ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, ધારપુરમાંથી ઓનલાઇન હોસ્પિટલોને આપવામાં આવતા રેમડેસિવિરની સિસ્ટમમાં ખોટી રીતે દર્દીઓની નોંધણી કરી ઇન્જેક્શન મેળવી દુરપયોગ કરવામાં આવતો હોવાની માહિતી મળતા તપાસ શરૂ કરી હતી. જેમાં જે હોસ્પિટાલોએ ખોટી રીતે નોંધણી કરાવી તેનો ઉપયોગ કર્યો છે. તેમની સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. સિસ્ટમમાં કોઈ ખોટો ઉપયોગ ન કરે તે રીતની વિતરણ વ્યવસ્થા કરી ફરી ઇન્જેક્શન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.