ભારત બાયોટેકે હૈદરાબાદથી કોવેક્સિનનો જથ્થો અમદાવાદ મોકલ્યો

કોરોનાની બીજી વેવ બાદ હવે લોકો વેક્સિન લેવા માટે વેક્સિનેશન સેન્ટરોની બહાર લાઈનો લગાવી રહ્યા છે. સાથે કેટલાક સેન્ટરોમાં વેક્સિનનો જથ્થો પણ ન હોવાના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને 2 કરોડ અને ભારત બાયોટેકને 50 લાખ વેક્સિનના ડોઝનો ઓર્ડર આપ્યો છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ બાદ હવે ભારત બાયોટેકની કોવેક્સિનનો અમુક જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો છે. આ જથ્થો હૈદરાબાદથી ઈન્ડિગો એરલાઇનના મારફતે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો છે.

યુવાનો વેક્સિન લેવા માટે આતુર
આ જથ્થાની ફાળવણી રાજ્ય સરકાર કરશે. જોકે વેક્સિનનો જથ્થા આવવાથી હવે આશા છે કે લોકોને વેક્સિનેશન સેન્ટર પરથી વેક્સિન લીધા વગર પાછા નહીં ફરવું પડે. જોકે કેટલાક ડોક્ટરનું પણ માનવું છે કે, વેક્સિન લીધા પછી કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તે ઝડપથી રિકવર થઈ જાય છે. જેથી યુવાનોથી માંડીને વૃદ્ધ વર્ગના લોકો વેક્સિન લેવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

વેક્સિન લેવા સોલામાં સવારે લાંબી લાઈનો જોવા મળી

રાજ્યમાં 18થી 44 વર્ષના લોકોનું પણ રસીકરણ શરૂ
રાજ્યમાં હજી પણ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધારે છે. કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે રાજ્ય સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે. હવે રાજ્યમાં 18થી 44 વયના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વેક્સિનેશન અભિયાન રાજ્યભરના શહેરો સહિત નાના નાના ગામોમાં પણ ચાલી રહ્યું છે. જેમાં 18થી 44 વયના લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ તેમના સ્લોટ પ્રમાણે વેક્સિન આપવામાં આવે છે તો કેટલીક જગ્યાએ લોકોને વેક્સિન લેવામાં સરળતા રહે તે માટે સ્પોટ રજિસ્ટ્રેશન કરાય છે.

વેક્સિન લેવા મોટી સંખ્યામાં વેક્સિનેશન સેન્ટર બહાર લોકો પહોંચ્યા

કોવેક્સિનમાં 78 ટકા એફિશિયન્સિ
આરોગ્ય વિભાગના સંશોધન પત્રો મુજબ કોવિશિલ્ડ વેક્સિનમાં 70 ટકા એફિશિયન્સિ હતી જ્યારે કોવેક્સિનમાં 78 ટકા એફિશિયન્સિ છે. અમદાવાદમાં કોવિશિલ્ડના 12 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે કોવિશિલ્ડની આડઅસર પણ ઓછી જોવા મળી છે. રવિવારે પણ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 45 વર્ષ ઉપરના લોકો માટે ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન ચાલુ રહેશે જ્યારે અર્બન હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, મ્યુનિ. હોસ્પિટલોમાં રસી બંધ રહેશે.

45+ના લોકો માટે આજે આ કેન્દ્રો ચાલુ

* ન્યૂ ગોતા વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી રોડ, ગોતા

* અર્બન હેલ્થ સેન્ટર (UHC)

* મંગલ પાંડે હોલ નિકોલ ગામ રોડ, શિરોમણી બંગલોઝ સામે, નિકોલ

​​​​​​​* પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ 1, પીઆરએલ કોલોની, બોડકદેવ

​​​​​​​* બોડકદેવ કમ્યુનિટી હોલ, વસ્ત્રાપુર તળાવ નજીક.

* ટાગોર હોલ એનઆઈડી સામે, પાલડી

​​​​​​​* રાણિપ કમ્યુનિટી હોલ, ગાયત્રી મંદિર સામે

* જોઈતારામ પટેલ કમ્યુનિટી હોલ ગણેશ કોલેજ પાસે, નવા વાડજ

Leave a Reply

Your email address will not be published.