પાટણ જિલ્લાના નાગરિકો હવે હેલ્પલાઈન નંબર પર કૉલ કરી જાણી શકશે કોવિડ-૧૯ સબંધી માહિતી.

કોવિડ-૧૯ની પ્રાથમિક સારવાર અને રસીકરણ સહિતની જાણકારી નાગરિકોને મળી રહે તે માટે નવ તાલુકાઓ સહિત જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા – Covid-19 Helpline

કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના નેતૃત્વમાં અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાના આ કપરા સમયમાં લોકોને સારવાર સંબંધી માહિતી અને માર્ગદર્શન માટે પાટણ જિલ્લા પંચાયત સહિત તમામ નવ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.

કોવિડ-૧૯ અંતર્ગત કોરોનાની પ્રાથમિક સારવાર અને રસીકરણ સહિતની તમામ પ્રકારની માહિતી જિલ્લાના નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે કુલ ૧૦ જેટલા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ કંટ્રોલ રૂમ પરથી કોવિડ-૧૯ પોઝીટીવ દર્દીઓને પણ કૉલ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત કોવિડ-૧૯ પોઝીટીવ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ ન કરતા હોવા અંગે પણ કંટ્રોલ રૂમમાં જાણ કરી શકાશે.

કંટ્રોલ રૂમના ફોન નંબર
પાટણ જિલ્લા પંચાયત ૦૨૭૬૬-૨૩૪૨૯૫
પાટણ ૦૨૭૬૬-૨૨૧૨૨૦
સિધ્ધપુર ૦૨૭૬૭-૨૨૩૨૩૮
સરસ્વતી ૦૨૭૬૬-૨૯૭૧૯૧
ચાણસ્મા ૦૨૭૩૪-૨૨૨૨૮૧
હારીજ ૦૨૭૩૩-૨૮૫૩૮૧
સમી ૦૨૭૩૩-૨૪૪૯૬૨
શંખેશ્વર ૦૨૭૩૩-૨૭૩૫૫૫
રાધનપુર ૦૨૭૪૬-૨૭૭૨૦૪
સાંતલપુર ૦૨૭૩૮-૨૨૪૦૪૦

Leave a Reply

Your email address will not be published.