કોરોનાને લઇ PM મોદીનો વધુ એક મોટો નિર્ણય, PM-CARES ફંડમાંથી કરવામાં આવશે આ કામ.

દેશમાં કોરોના વાયરસના સંકટના કારણે ઑક્સીજનની અછતને દૂર કરવા માટે પીએમ મોદીએ મોટો નિર્ણય લીધો છે. PM દ્વારા સરકારને આદેશ આપવામાં આવ્યા છે કે PM CARES ફંડમાંથી 551 ઑક્સીજન પ્લાન્ટ ઊભા કરવામાં આવશે. 

PM મોદીના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર આ પ્લાન્ટને વહેલમાં વહેલી તકે ઊભા કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે અને આ પ્લાન્ટ રાજ્યોના જિલ્લા મુખ્યાલયમાં સરકારી હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવશે. PMOએ જણાવ્યું કે ખરીદી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માધ્યમથી કરવામાં આવશે. 

આ પ્રકારના પ્લાન્ટની હાલમાં દેશમાં ખૂબ જરૂર છે. હોસ્પિટલોમાં ઑક્સીજન માટે આ પ્લાન્ટ મદદરૂપ બનાઈ રહેશે. PMOએ કહ્યું કે આ પ્રકારની પ્રણાલી લાંબા સમય સુધી સરકારી હોસ્પિટલોમાં ઑક્સીજન આપૂર્તિ સુનિશ્ચિત કરશે અને અચાનક ઊભી થતી મુશ્કેલીનો સામનો પણ કરી શકાશે. 

ભારતની મોટી મોટી હોસ્પિટલોના હાલ બેહાલ છે જ્યારે નાના શહેરો અને ગામડાઓમાં તો ભયંકર પરિસ્થિતિ છે. લોકો ઑક્સીજન વગર તરફડીને મરી રહ્યા છે. 

ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે એક દિવસ 3,49,691 નવા કેસ નોંધાયા છે જ્યારે  2,767 દર્દીઓના મોત થતાં દેશમાં કોહરામ જેવી પરિસ્થિતિ છે. જોકે રાહતની વાત કહી શકાય કે ભારતમાં 2,17,113  દર્દીઓએ કોરોના વાયરસ સામે જીત પણ મેળવી.

રાજ્ય સરકારોને રૂપિયા 600 અને ખાનગી હોસ્પિટલોને રૂપિયા 1200માં મળશે વેક્સિન, એક્સપોર્ટ પ્રાઈઝ 15થી 20 ડોલર

Leave a Reply

Your email address will not be published.