કોરોનાને કાબૂમાં લેવા પાટણ જિલ્લામાં ગામોમાં ઓપીડી સેવા શરૂ કરવામાં આવી.

કોરોનાના દર્દીઓને યોગ્ય સમયે સારવાર મળી રહે એ માટે આરોગ્ય વિભાગ પ્રયાસરત છે. ગામોમાં અત્યારે સર્વેલન્સ અને ટેસ્ટીંગની કામગીરી શરૂ છે. જેનાથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને મેડીકલ કીટ આપીને સારવાર કરી શકાય.

પાટણ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર્સ દ્વારા દરેક તાલુકાના ગામોમાં જઇને દર્દીઓને તપાસવા માટે ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબોએ ગામોમાં જઇ દર્દીઓના આરોગ્યની તપાસ કરી

કોરોના વાયરસ સંક્રમણના શરૂઆતના તબક્કામાં જ દર્દીઓને ઓળખીને યોગ્ય સારવાર આપવામાં આવે એ માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા છેલ્લા બે દિવસમાં ૧૨૨ ગામોમાં ૧૮૫૮ ઓપીડી કરવામાં આવી હતી.

જેમાં કોરોનાના ટેસ્ટીંગ અને દવાની કીટ વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી હતી. જે લોકો કોરોના પોઝીટીવ આવે એમને હોમ આઈસોલેશનમાં કે ગામમાં તૈયાર કરાયેલ કોવિડ કેર સેન્ટરમાં આવી સારવાર કરાવવા માટે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.