પ્રથમ ભાજપ શાસિત રાજ્યમાં લોકડાઉન:MPમાં 17 મે સુધી લોકડાઉન જાહેર કરાયું.
મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ હવે મોટા શહેરોની સાથે સાથે નાના નાના ગામડાઓમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને હવે રાજ્યમાં કર્ફ્યુ એટલે કે લોકડાઉનની મર્યાદા વધારીને 17 મે સુધી કરી દેવામાં આવી છે.
રાજ્યમાં પેહલેથી જ વિકએન્ડ લોકડાઉન હોવાના કારણે આ લોકડાઉન 17 મે સવારે 6 વાગ્યા સુધી રહેશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે, કોરોના કર્ફ્યુનું કડક રીતે પાલન કરવામાં આવશે. ગામડાઓમાં સંક્રમણ ફેલાતું રોકવામાં નહીં આવે તો સ્થિતિ વધારે ખરાબ થઈ જશે.