કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન : કોરોના ટ્રીટમેન્ટ માટે ઓક્સિજનનો કેવી રીતે ઉપયોગ કરવો?

કોરોનાને કારણે હાલના સમયમાં ઓક્સિજનની ખૂબ જ મોટી જરૂરિયાત ઊભી થઈ છે. ઓક્સિજનની આપૂર્તિ જલ્દીથી થાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. જેને લઈને કેન્દ્ર સરકારે ગુરુવારે લિક્વિડ મેડિકલ ઓક્સિજન માટેની ગાઈડલાઈન જાહેર કરી છે. કોવિડ 19 ફેંફસાઓ પર અસર કરે છે, તેથી કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. કોરોનાના દર્દીઓમાં શ્વાસની તકલીફ અથવા શ્વાસ ન લઈ શકતા હોવાનું જોવા મળે છે. જેના કારણે શરીરમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચી શકતો નથી, તેથી દર્દીઓને મેડીકલ ઓક્સિજન આપવાની જરૂરિયાત ઊભી થાય છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે લિક્વિડ ઓક્સિજન વધુ માત્રામાં સ્ટોર કરી શકાય છે અને સરળતાથી પરિવહન કરી શકાય છે. લિક્વિડ ઓક્સિજન કેવી રીતે સ્ટોર કરવો અને તે માટે કેવી સાવધાનીઓ રાખવી તેની જાણકારી આપવામાં આવી છે.

લિક્વિડ મેડિકલ ઓક્સિજન ઉત્પાદિત કરવાની અનેક પદ્ધતિઓ છે. લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે ઓક્સિજનનું સેપરેશન કરવું એ એક સામાન્ય પદ્ધતિ છે, જેને એર સેપરેશન યુનિટ(ASUs) કહેવામાં આવે છે. ASUs બેઝિકલી એક પ્લાન્ટ છે, જે મોટી માત્રામાં ગેસને અલગ કરે છે. જેમાં ફ્રેક્શનલ ડિસ્ટીલેશન મેથડનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 78% નાઈટ્રોજન, 21% ઓક્સિજન અને 1% અન્ય ગેસ રહેલો હોય છે. તેમાં આર્ગોન, કાર્બન ડાયોક્સાઈડ, હિલિયમ, નિયોન અને હાઈડ્રોજન શામેલ હોય છે.

આ પદ્ધતિમાં ગેસને ઠંડો થયા બાદ અલગ અલગ ઘટકોમાં વિભાજીત કરવામાં આવે છે, ત્યાર બાદ તેમાંથી લિક્વિડ ઓક્સિજન અલગ કાઢવામાં છે.

વાતાવરણની હવાને -181°C પર ઠંડી કરવામાં આવે છે અને આ પોઇન્ટ પર ઓક્સિજનને લિક્વિડ ફોર્મમાં આવે છે. જોકે, નાઈટ્રોજનનો બોઇલિંગ પોઇન્ટ -196° C છે, જેથી તે ગેસ અવસ્થામાં જ રહે છે. પરંતુ તેમાં આર્ગોનનો બોઇલિંગ પોઇન્ટ ઓક્સિજન જેટલો જ (–186°C) હોવાથી તે ઓક્સિજન સાથે લિક્વિડ ફોર્મમાં પરિવર્તિત થાય છે.

ઓક્સિજન અને આર્ગોનના મિક્સચરને સૂકવીને વિઘટિત કરવામાં આવે છે અને વધુ તેને વધુ શુદ્ધ બનાવવા માટે ઓછા દબાણવાળી નિસ્યન્દન પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે. અંતે તમામ પ્રક્રિયા બાદ લિક્વિડ ઓક્સિજન મળે છે અને તેને ક્રાયોજેનિક કન્ટેનરથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.