ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં આટલી જગ્યાએ વરસાદની છે આગાહી.

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કેટલાક વિસ્તારોના વાતાવરણ પલટા સાથે સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં પવનની દિશા વારંવાર બદલાય રહી છે. ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે.જેના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની પણ હવામાન વિભાગનું અનુમાન છે.

કુદરતનો કહેર ચૌતરફ જોવા મળી રહ્યો છે. એક તરફ લાંબા સમયથી કોરોના કાળના લીધે લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા છે તો બીજી તરફ કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવી દીધો છે. ત્યારે હવે ગુજરાતમાં આગામી 2 દિવસમાં કમોસમી વરસાદ પડી શકે છે.

આગામી 12 કલાકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંક ભાગોમાં સાંજના સમયે વરસાદી છાંટાથી લઇને ઝાપટા પડી શકે છે, તેમજ આગામી ચાર દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. વરસાદની આગાહીને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકતા તાપમાનમાં વધારો થશે. જેના કારણે પોરબંદર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ગરમ પવન ફૂંકાવવાના કારણે તાપમાનમાં પણ 2થી 3 ડિગ્રીનો વધારો થશે. તો અમદાવાદ શહેરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અમદાવાદ શહેરમાં 41થી 43 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાશે.

રાજસ્થાન પર એક સાકલોનીક સર્ક્યુલર સક્રિય થયું છે. તેમજ થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્રમાં વીજળીના ચમકારા તેમજ 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 26થી 29 એપ્રિલ દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ,કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

કોરોનાની મહામારી વચ્ચે બેવડી ઋતુથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બપોરે ગરમી અને સાંજે વરસાદ.જો કે કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે બીજી બાજુ બેવડી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published.