હાર્દિક પટેલના પિતાનું કોરોનાને કારણે અવસાન.
હાર્દિક પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા જેના વિશે તેમણે થોડા દિવસો પહેલાં જાતે ટ્વીટ કરીને માહિતી આપી હતી. ત્યારે આજે કોરોનાવાયરસની ઝપટમાં આવેલા તેમના પિતા ભરતભાઈનું અવસાન થયું છે. ભરત ભાઈ પટેલ હંમેશા હાર્દિકને પ્રોત્સાહન આપતા હતા. પાટીદાર અનામત આંદોલન વખતેના કેસ હોય કે હાર્દિકનો જેલવાસ તેઓ કાયમ મીડિયા સામે મજબૂતાઈ આવ્યા અને કોઈ દિવસ નકારાત્મક વાત કરી નહોતી.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા. ભરતભાઈ પટેલના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. પુત્ર હાર્દિક પટેલ દ્રારા તેમના અંતિમ સંસ્કાર પીપીઈ કિટ પહેરીને કોવિડ ગાઈડલાઈન મુજબ કરવામા આવ્યાં છે.
હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવારને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો
એક અઠવાડિયા પહેલા જ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાર્દિક પટેલે પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. હાલમાં તે ડોક્ટરની સલાહ પર હોમ આઈસોલેટ થયા છે. હાલમાં ઘરમાં જ તેની સારવાર ચાલી રહી છે.
હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવાર ને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો