પાટણ : સ્પોર્ટ્સ સંકુલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર.

સ્પોર્ટ્સ સંકુલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર
હળવા લક્ષણો ધરાવતા દર્દીઓના ખબર-અંતર પૂછી તેમને આપવામાં આવી રહેલી સારવાર અંગે માહિતી મેળવી

પાટણ શહેરમાં વધતા જઈ રહેલા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઇ શહેરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે કાર્યરત કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરની જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ મુલાકાત લીધી હતી.

કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓને યોગ્ય સારવાર અને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે તે માટે પાટણ શહેરના સરદાર પટેલ એરપોર્ટ સંકુલ ખાતે 100 બેડ ધરાવતા કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપી શકાય તે માટે વહીવટી તંત્ર દ્વારા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા.

સાથે જ કલેકટરશ્રીએ ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા આપવામાં આવી રહેલી સારવાર અંગે પણ માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન જનતા હોસ્પિટલના ટ્રસ્ટીશ્રી ડૉ. પ્રમોદભાઈ પટેલ, રામ રહીમ અન્નક્ષેત્રના ટ્રસ્ટીશ્રી યતીનભાઈ ગાંધી તથા શ્રી દેવી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી દર્શકભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.