રેમડેસિવીર બાદ હવે આ ઇન્જેક્શનની અછત.

કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) મોટાભાગના લોકો પ્રભાવિત થયા છે અને નવી એટલે કે, ત્રીજી લહેર ફેલાવાની સંભાવના છે. તે પુર્વે કોરોનાની સાઇડ ઇફેક્ટ સ્વરૂપે ફેલાયેલો મ્યુકરમાયકોસિસ (Mucormycosis) નામનો ફુગનો રોગ હાલ આરોગ્ય તંત્ર માટે માથાનો દુઃખાવો બની ગયો છે. કોરોના વચ્ચે આ ચેપી અને જીવલેણ રોગને કાબુમાં લેવો તે પડકાર જનક છે. ત્યારે રેમડેસિવીર (remdesivir Injection) બાદ મ્યુકરમાઈકોસિસનાં ઇન્જેક્શનની (Mucormycosis Injection crises) પણ ભારે અછત થઇ છે. જેના કારણે આ ઇન્જેક્શનો લેવા માટે દર્દીઓનાં પરિવારને અનેક મેડિકલ સ્ટોરનાં ધક્કાં ખાવા પડી રહ્યાં છે.

સારવાર જટિલ અને ખર્ચાળ છે

મ્યુકરમાઇકોસિસની સારવાર અત્યંત ખર્ચાળ અને જટિલ છે. મ્યુકોરમાઇકોસીસની સારવારમાં દર્દીને એમ્ફોટાઇસીન બી નામના ઇન્જેક્શનના ડોઝ 15થી 21 દિવસ સુધી ચઢાવવામાં આવે છે. મધ્યાંતરે જરૂર જણાય તો દુરબીન વડે નાક વાટે ફંગલ કાઢવા માટે સર્જરી પણ કરવામાં આવે છે. ત્યારબાદ પણ ઇન્જેકશનની સારવાર ચાલુ જ રહે છે. આ સારવારમાં દર્દીના વજન પ્રમાણે દરરોજના 6થી 9 ઇન્જેક્શન આપવા પડે છે. જેમાં એક ઇન્જેક્શનની કિંમત રૂ. 6થી 7 હજાર હોય છે અને 20થી 28 દિવસ ઇન્જેક્શનના કોર્સનો ખર્ચ રૂ. 13થી 14 લાખ થઇ રહ્યો છે.

રાજકોટમાં સૌથી મોટો વોર્ડ બનાવવામાં આવ્યો

રાજકોટમાં મ્યુકરના કેસ વધી રહ્યા છે અને સારવાર માટે હવે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ રાજકોટ આવી રહ્યાં છે. આ સાથે ત્યાં હાલ દર્દીની સંખ્યા 125 થતા ટ્રોમા સેન્ટરને મ્યુકર વોર્ડમાં ફેરવવામાં આવશે. આ સાથે રાજકોટમાં રાજ્યનો સૌથી મોટો 250 બેડ ધરાવતો મ્યુકરમાઈકોસિસ વોર્ડ તૈયાર કરાયો છે. આ અંગે તબીબી અધિક્ષક ડૉ. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવી રહ્યા છે. જેનાથી દર્દીઓની સંખ્યા વધી જતા ટ્રોમા સેન્ટરનું બિલ્ડિંગ ખાલી કરાવાઈ રહ્યું છે અને ત્યાં દાખલ કોરોનાના દર્દીઓને શિફ્ટ કરી ત્યાં મ્યુકરના દર્દીઓને દાખલ કરાઈ રહ્યા છે. આની સર્જરી બાદ ઈન્જેક્શન પણ મહત્ત્વના હોય છે. તેથી 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઈન્જેક્શનનો જથ્થો પણ આરોગ્ય વિભાગ દ્વારા પહોંચાડવામાં આવ્યો છે અને પૂરી તૈયારી કરાઈ છે.

સરકારે 5000 ઇન્જેક્શનનાં ઓર્ડર આપ્યા

સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યમાં વધતા જતા મ્યુકોરમાઇકોસિસ રોગના નિયંત્રણ અને સારવાર માટેની બેઠક યોજાઈ હતી. જે બાદ સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. આ સાથે જ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે રૂ.3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે. સમગ્ર રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના આવા 100થી વધારે કેસો નોંધાયા છે.

મ્યુકોરમાઇકોસિસના લક્ષણો

કોરોના થયો હોય ત્યારે અથવા કોરોનાથી સાજા થઇ ગયા બાદ સ્વાસ્થય સુધાર તબક્કામાં હોય, 40થી વધુ ઉમરના દર્દીઓ, ખાસ કરીને ડાયાબિટીસ સંતુલનમાં ન રહે તેવા દર્દીઓ, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દીઓને નાકમાં સાયનસ ઇન્ફેકશન થતું જોવા મળે છે.વારંવાર શરદી થવી, નાક બંધ થઇ ગયુ તેવું અનુભવ થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી,નાકમાંથી ખરાબ પ્રકારની સુંગધ આવવી, નાક અને સાયનસ વાળા વિસ્તારમાં સોજો આવવો જેવા લક્ષણો મ્યુકોરમાઇકોસીસ ના હોઇ શકે છે. નાક અથવા ગાલ પાસે નો ભાગ કાળો પડવા લાગે છે. આમાંથી કોઇપણ પ્રકારનું લક્ષણ જણાવી આવી ત્યારે સત્વરે ઇ.એન.ટી. સર્જનને બતાવીને તેની સલાહ લેવી જોઇએ.

મ્યુકોરમાઇકોસિસની સારવાર

મ્યુકોરમાઇકોસિસનું ઇન્ફેકશન થવાની સંભાવના જણાઇ આવતા દર્દીની શારીરીક સ્થિતિ જોઇ, તેના સી.ટી.સ્કેન, એમ.આર.આઇ. જેવા રીપોર્ટ કરાવવામાં આવે છે. ફંગના સેમ્પલ લઇને બાયોપ્સી માટે પણ મોકલવામાં આવે છે. આ તમામ રીપોર્ટ દ્વારા ફંગસ આખ, મગજ તેમજ અન્ય કયા ભાગમાં કેટલી સંવેદનશીલતા સાથે ફેલાયેલી છે તે ચકાસીને તેનું તેનું નિદાન કરવામાં આવે છે.

ગેડોલેનીયમ કોન્ટ્રાસ્ટ વાળા અત્યંત આધુનિક પ્રકારના એમ.આર.આઇ. કરાવીને ફંગસની જળ સુધી પહોંચવાના પ્રયત્ન કરવામાં આવે છે. આના આધારે જ સર્જરી હાથ ધરવામાં આવે છે. આ ફંગસ ના કારણે કંઇ પેશીઓ, સાયનસ આનાથી સંકળાયેલા છે તે જોવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.