ભારતમાં મળ્યો કોરોનાનો નવો ખતરનાક ‘AP સ્ટ્રેન’

આ સ્ટ્રેનમાં લોકો 3 થી 4 દિવસમાં જ કોરોનાની ઝપેટમાં આવી જાય છે. એપી સ્ટ્રેન એટલે કે N440K વેરિએન્ટ સૌથી વધારે શક્તિશાળી છે. વિશાખાપટનમના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર વી. વિનય ચંદે કહ્યું કે સીસીએમબીમાં આ સમયે તપાસ થઇ રહી છે. ક્યો વેરિએન્ટ સૌથી વધારે ખતરનાક છે તે સાઇન્ટિસ્ટ જ કહી શકશે પરંતુ આ વાત પણ સત્ય છે કે તે નવો સ્ટ્રેન મળ્યો છે અને તેના સેમ્પલ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો છે. 

  • આંધ્રપ્રદેશમાં મળ્યો નવો સ્ટ્રેન
  • ત્રીજી લહેરની સંભાવનાઓ શરૂ 

એવિ જોવામાં આવ્યુ છે કે કોરોના વાયરસનો નવો એપી સ્ટ્રેન જલ્દી વિકસીત થઇ રહ્યો છે. આ વાયરસ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે સાથે જ વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે. આ સ્ટ્રેનમાં 3 થી 4 દિવસમાં જ દર્દી ગંભીર હાલતમાં પહોંચી જાય છે.

પહેલી કોરોના લહેર જેવી હાલત નથી. આ વખતે નવો વેરિએન્ટ તેજીથી લોકો સંક્રમિત થઇ રહ્યા છે. આ વાયરસ યુવાન લોકોને ટાર્ગેટ કરી રહ્યો છે અને જે પોતાની ફિટનેસનું ધ્યાન નથી રાખતા તેમને પણ આ વાયરસ ટાર્ગેટ કરી રહ્યો છે. 

દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ છે પરંતુ હવે બાળકોમાં પણ કોરોનાની અસર જોવા મળે છે ત્યારે ત્રીજી લહેર બાળકો માટે ભયંકર સાબિત થઇ શકે છે. 

2020માં વૃદ્ધોને કોરોનાએ ઝપેટમાં લીધા હતા ત્યારે હવે કેટલાક એક્સપર્ટનું કહેવુ છે કે ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થશે. આ દરમિયાન 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાયરસનો શિકાર બનશે. 

એક્સપર્ટે મહારાષ્ટ્રને સલાહ આપી કે જુલાઇમાં ત્રીજી લહેર શરૂ થશે  અને ત્રીજી લહેરમાં બાળકો પ્રભાવિત થશે અને તેમાં સરકારે અત્યારથી તેની તૈયારી શરૂ કરી દેવી જોઇએ. મુંબઇ મ્યુનસિપલ કોર્પોરેશનશિશુ કોવિડ કેર ફેસીલીટી સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે. 

Leave a Reply

Your email address will not be published.