આ બીમારીમાં 50% લોકોની થઈ રહી છે મોત, ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં બીજી મોટી આફત.

કોરોનાની બીજી લહેરમાં હવે દેશનો કોઈ પણ ખૂણો બાકી નથી રહ્યો ત્યારે આ નવા લક્ષણોએ મોતનું તાંડવ રચ્યું છે. દેશમાં હાલ 30 લાખ થી પણ વધુ લોકો સંક્રમિત છે. અને આ બધા વચ્ચે નવી બીમારીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જેને મ્યુકરમાઈકોસીસ તરીકે ઓળખવામાં આવે છે. આ લક્ષણો વધુ પડતાં ગુજરાત અને મહારાષ્ટ્રનાં દર્દીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને આ કારણને લીધે 50 ટકા દર્દીઓનાં મોત થઈ રહ્યા છે. 

મહારાષ્ટ્રની વાત કરીએ તો મ્યુકરમાઈકોસીસનાં લગભગ 2000થી વધુ એક્ટિવ કેસો સામે આવ્યા છે. જેનાથી સરકારની ચિંતાઓ વધી ગઈ છે. આ દર્દીઓનો ઈલાજ હોસ્પિટલ પાસે રહેલી મેડિકલ કોલેજમાં કરવાનો નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્રનાં સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપનું કહેવું છે કે રાજ્યમાં કોરોનાનાં કેસ તો વધી જ રહ્યા છે પણ સાથે સાથે મ્યુકરમાઈકોસીસનાં કેસ પણ વધી રહ્યા છે. એવામાં અમે બધા જ પગલાં લેવાના શરૂ કરી દીધા છે. 

આ લક્ષણોમાં કાળા ફંગસ પણ છે જેનાં કારણે દર્દીઓનું મોત નીપજે છે. સાથે સાથે આ લક્ષણમાં દર્દીઓને માથાનો દુખાવો, તાવ, આંખ અને નાકમાં અસહ્ય દુખાવો થાય છે અને અંધાપો પણ આવી જાય છે.

ગુજરાતમાં પણ મ્યુકરમાઈકોસીસનાં કેસો સામે આવી રહ્યા છે. જેમાં કેટલાક દર્દીઓની આંખો પર સીધી અસર થઈ છે. ગુજરાતનાં રાજકોટ શહેરમાં આ લક્ષણો વાળા દર્દીઓ માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્પેશ્યલ વોર્ડ પણ બનાવ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *