કોરોના મહામારીમાં ગુજરાતના આ ગામે 24 પશુઓના મોતથી પશુપાલકોમાં ફફડાટ!

કોરોના મહામારીના (corona pandemic) સમયમાં બનાસકાંઠાના (banaskantha) સરહદી વિસ્તાર ચાંદરવા ગામમાં (chandarva village) પશુઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ખોરાકી ઝેરની (Food poisoning) અસરથી 24 ગાયોના મોત થતા પશુપાલકને (Pastoralist) લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

વાવ તાલુકાના ચાંદરવા ગામે ખોરાકી ઝેરની અસર થાય 24 ગાયોના મોત થયા છે. જેમાં ચંદરવા ગામે રહેતા રામજીભાઈ રબારી પશુપાલનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જે દરમિયાન આજે તેમના વાડામાં 35 જેટલા પશુઓ બાંધેલા હતા.

તેઓએ ચારો કરાવ્યા બાદ અચાનક ખોરાકી ઝેરની અસર થતા એક પછી એક તમામ ગાયો જમીન પર પડવા લાગી હતી ઘટનાની જાણ થતાં આજુબાજુના ગ્રામજનો અને વેટરનરી વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તાત્કાલિક સારવાર શરૂ કરતાં 10 જેટલા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે.

પરંતુ ખોરાકી ઝેરની તીવ્ર અસરના કારણે 24 ગાયોના કરૂણ મોત નિપજ્યા છે બનાવને પગલે આજુબાજુના ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.