પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામે યોજાયો ‘’મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમ

“મારી માટી, મારો દેશ”, “માટીને નમન,વીરોને વંદન”.

મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં “માટીને નમન,વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિના અનોખા પર્વના લોકો જોડાઈ રહ્યા છે. આજે પાટણ જિલ્લાના હારીજ તાલુકાની અડિયા પંચાયતમાં માટીને નમન,વીરોને વંદન કાર્યક્રમ યોજાયો

આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની સ્મારક ઉજવણી અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા.9 મી ઓગષ્ટથી ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામ્યકક્ષાના કાર્યક્રમો યોજાઈ ગયા છે. આજે જિલ્લામાં તાલુકા કક્ષા બાદ ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો યાજાઇ રહ્યા છે. હારીજ તાલુકાના અડિયા પંચાયત ખાતે મહાનુભાવોના હસ્તે શિલાફલકમ સ્થાપિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી. અહી જનતા માટે સેલ્ફીનું સ્થળ પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અડિયા ગામના પ્રત્યેક ઘરેથી માટી- ચોખા લેવામાં આવ્યા . તેમજ વીરો કા વંદન અંતર્ગત પોલીસ જવાનો, શહીદો, તેઓના પરિજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં દેશભક્તિના ગરબા ગાઇને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

દેશભરમાં વર્ષ દરમ્યાન ‘‘આઝાદીના અમૃત મહોત્સવ’’ની અમૃતમય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીની પૂર્ણાહુતિને ભવ્યાતિભવ્ય બનાવવા જનભાગીદારી થકી દેશમાં સાર્વત્રિક અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહયા છે. દેશનાં વીર સપૂતોને વીરાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશ્ય સહ સરકાર દ્વારા “મારી માટી, મારો દેશ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ દેશના અનેક વીરો – મહાપુરુષો કે જેઓએ આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી દેશ માટે શહીદી વહોરી હતી, તેમને શત શત વંદન કરવા વિવિધ આયોજનો તાલુકા કક્ષામાં કરવામાં આવી રહ્યા છે. .

આ કાર્યક્રમમાં મનરેગા એ પી ઓ આર કે દેસાઈ, ડેલીકેટ હેતલબેન ઠાકોર,તલાટી, રણજીતજી ઠાકોર, ગામના અગ્રણી જયંતીભાઈ વાઘેલા, મુકેશભાઈ પટેલ , સ્કુલના આચાર્ય,શિક્ષકો તેમજ ગ્રામજનો સહભાગી બન્યા હતા.

Leave a Comment