પાટણ જીલ્લામાં સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ અંતર્ગત 1 ઓક્ટોબર, 2023 ના દિવસે “એક તારીખ, એક કલાક” સુત્ર સાથે યોજાશે મહાશ્રમદાન કાર્યક્રમ

સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ હેઠળ 15મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર, 2023 સુધી “સ્વચ્છતા હી સેવા” માસનું આયોજન

પાટણ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ અને મહત્તમ લોક ભાગીદારી સાથે યોજાશે સ્વચ્છતા હી સેવા-2023 કાર્યક્રમ..

2જી ઓક્ટોબર એટલે કે, મહાત્મા ગાંધી જયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ 15મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર 2023 સુધી “સ્વચ્છતા હી સેવા” માસનું આયોજન કરવામાં આવ્યું છે. આ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી 1 ઓક્ટોબર, 2023ના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને “એક તારીખ, એક કલાક” સુત્ર સાથે મહાશ્રમદાન ગતિવિધિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ હેઠળ પાટણ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને “એક તારીખ, એક કલાક” ના સુત્ર સાથે મહાશ્રમદાન ગતિવિધિઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુ-બાજુના વિસ્તાર, જિલ્લામાં આવેલ વિવિધ પ્રવાસન સ્થળો, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો વગેરે સ્થળોએ સામુહિક શ્રમદાન થકી સફાઈ કરવામાં આવશે.

ગ્રામ્ય કક્ષાએ આ કાર્યક્રમ હેઠળ પ્રભાત ફેરી/રેલી અને વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ, જન- જાગૃતિ અભિયાન વગેરેનું આયોજન કરવામાં આવશે. જેમાં ગામના સરપંચશ્રીઓ, ગામના ચુંટાયેલા પ્રતિનિધિઓ, ગામના અગ્રણી લોકો, તલાટી-કમ-મંત્રી, શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ, શાળાના બાળકો, આરોગ્ય કર્મચારીશ્રી, આંગણવાડીની બહેનો, સખીમંડળની બહેનો, સ્વછાગ્રહી, ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટું યોગદાન આપવામાં આવશે.

“સ્વચ્છતા હી સેવા-2023” કાર્યક્રમ અંતર્ગત સરકારના મંત્રીશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ/પદાધિકારીશ્રીઓ આ મહાશ્રમદાન કાર્યક્રમમાં સહભાગી થશે. મહાત્મા ગાંધીજીના “સ્વચ્છ ભારત”ના ઉદેશને સાકાર કરવા જિલ્લાના તમામ લોકોને પણ મહાશ્રમદાન અભિયાનમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Comment