આગામી 25 વર્ષમાં પાટણના વિકાસને ધ્યાનમાં રાખી કામ કરીએ : કલેકટર અરવિંદ વિજયન

પ્રજાના પ્રશ્નોની વાચા મળે અને સરકારી કચેરીઓ તેમજ પ્રજા વચ્ચે સામંજસ્ય આવે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર ચિંતન શિબિર કરી રહી છે. થોડા દિવસ અગાઉ રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ હતી. જે અંતર્ગત પાટણ જિલ્લામાં ચિંતન શિબિરનું આયોજન પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષસ્થાને યોજાઈ. આ ચિંતન શિબિરમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી વિવિધ વિષયો PPT પ્રેઝેન્ટેશન રજૂ કરાયા હતા.

ચિંતન શિબિરની શરૂઆતમાં જીલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયન દ્વારા PPP પ્રેઝેન્ટેશન દ્વારા જિલ્લાના વિકાસ માટે શું કામ થઇ શકે તેની બાબતો અધિકારી અને પદાધિકારીઓ સમક્ષ મૂકી હતી. આગામી 25 વર્ષ માટે આપણે પાટણની શું પરિકલ્પના છે તે મામલે ચિંતન કરવાની બાબતો મૂકી હતી. કલેકટરશ્રીએ ચિંતન શિબિરમાં પાટણને ગ્રીન એનર્જીનું હબ બનાવવી શકાય છે. જયારે વન ડીસ્ટ્રીકટ વન પ્રોડક્ટ માટે કામ કરવું જોઈએ જેથી પાટણની એક નવી ઓળખ ઉભી થઇ શકે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ડેટાના આધારે ટેક્નોલોજીની મદદ થી પ્રજા સુખાકારી માટે સતત કાર્યરત રહેવા અધિકારીઓને સૂચન કર્યું હતું.

આ ચિંતન શિબિરને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ચિંતન એટલે શુ? આ શિબિરમાં હાજર રહેલ કર્મયોગી પાસેથી પ્રત્યુત્તર મેળવી જણાવ્યું હતું કે ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ ના સમયમા ગુજરાત રાજ્યમા મહેસાણામા સૌપ્રથમ ચિંતન શિબિર યોજાઈ હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી “મેં ” નહી પણ “હમ” વિચારધારા સાથે કામ કરવા માટે આપણને માર્ગદર્શિત કરી રહ્યા છે. 25 વર્ષ પછી મારો જિલ્લો કેવો હશે! મારાં જિલ્લામા કઈ યોજનાની જરૂર છે! આ માટે મંથનની જરૂર છે. જયારે પ્લાનિંગ વગર કરવામાં આવતા કામોમાં નિષ્ફળતા મળે છે.

આ ચિંતન શિબિરનમા જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ સર્વ કર્મયોગીઓ સાથે “વૈષ્ણવ જન તો તેને કહીયે” પ્રભાતિયાં ગાઈને જણાવ્યું હતું કે વૈષ્ણવ ની જગ્યાએ કર્મયોગી મૂકીને કામ કરવું જોઈએ. જિલ્લાની ઓફિસે આવતા લોકોનું દિલથી કામ કરવા અનુરોધ કર્યો હતો. કોઈ માણસ ઓફિસે આવે તેઓની વેદના સમજી તમે કામ કરશો ત્યારે આવનાર વ્યક્તિ માટે તમે ભગવાનથી ઓછા નથી. ઓફિસ દરમ્યાન તમે ઉમદા હેતુથી કાર્ય કરશો તો અલૌકિક આનંદની અનુભૂતિ થશે. કચેરીમાં ફાઈલોનો ભરાવો ના થાય તેનું ધ્યાન રાખી કામ ઝડપી બનાવવું જોઈએ. દરેક સરકારી ઓફિસમાં સજેશન બોક્સ રાખવા અપીલ કરી હતી.

આમ ચિંતન શિબિરમાં અલગ-અલગ વિષયો જેવા કે પાટણનો ઐતિહાસિક વારસો, વન્યપ્રાણી અને સંરક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શિક્ષણ અને રોજગાર, ખેતી અને પશુપાલન, પાણી વ્યવસ્થાપન અને સિંચાઈ, સામાજિક વનીકરણ, ઔદ્યોગ વિકાસ, પ્રાકૃતિક ખેતી તેમજ કાયદો અને વ્યવસ્થાના વિષય પર ચિંતન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓએ મુક્ત મને પ્રજાલક્ષી ચર્ચા કરી હતી.

આ ચિંતન શિબિરમા પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણા, રાધનપુર ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, કલેકટરશ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, અધિક નિવાસી કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ, પદાધિકારીશ્રીઓ તથા જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment