પાલનપુરમાં નવા માર્કેટયાર્ડમાં ભીષણ આગ, દુકાનો બળીને ખાખ

પાલનપુરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી ગઇ છે. જેમાં ત્રણ દુકાનો સાવ બળીને ખાખ થઇ ગઇ છે. જેમાં લાખોનું અનાજ બળીને ખાખ થઇ ગયું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવી માંડ માંડ આગ પર કાબૂ મેળવ્યો છે.

પાલનપુરના નવા માર્કેટ યાર્ડમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. માર્કેટયાર્ડની G લાઈનની એક દુકાનમાં આગ લાગ્યા બાદ સાતથી વધુ દુકાનો આગની લપેટમાં આવી હતી. જેમાં ત્રણ દુકાનો આગમાં બળીને ખાખ થાઇ ગઇ છે. ઘટનાની જાણ થતાં પાલનપુર પાલિકાના ફાયર ફાઈટરોએ પહોંચ્યા ઘટના સ્થળે પહોંચી માંડ માંડ આગ પર કાબૂ મેળવ્યો છે.

નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે લગાવ્યું છે. આ આગમાં જે ત્રણ દુકાનો બળીને ખાખ થઇ ગઇ એમાં લાખોનું અનાજ બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય અનિકેત ઠાકર વિધાનસભાનું સત્ર છોડી પાલનપુર પહોંચ્યા હતા.

માર્કેટયાર્ડમાં લાગેલી દુકાનોમાં આગ પર કાબૂ મેળવવા માટે પાલનપુર, ડીસા, ઊંઝા, સિદ્ધપુર તેમજ બનાસ ડેરી સહિતના સાત જેટલા ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. આગની ઘટનાની જાણ જતાં જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કલેક્ટર વરુણ બારણવાલે જણાવ્યું હતું કે, આગ કાબૂમાં આવી ગઇ છે. રાયડો, દિવેલા સહિત બારદાન સળગવાના લીધે હજી થોડી અસર છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ.

Leave a Comment