કંન્જકટીવાઇટીસ વાયરસ: જિલ્લા આરોગ્ય શાખા દ્રારા રોગ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે

રાજ્યના અનેક વિસ્તારોમાં ફેલાતો કંન્જકટીવાઇટીસ વાયરસ નામનો વાયરલ એટલે કે જેને સાદી ભાષામાં આંખો આવવી કહેવામાં આવે છે. આ રોગના દર્દીઓ રોજબરોજ નિદાનમાં સામે આવી રહ્યા છે. જેનાં પગલે પાટણ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રોગ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

આ રોગ ચેપી હોવાથી તેના ફેલાવો ઝડપથી થાય છે ,જોકે તે કોઈ જીવલેણ રોગ ન હોવાથી એકદમ પેનિક થવાની જરૂર નથી  તેવી તબીબો સલાહ આપી રહ્યા છે. સાવચેતી ના ભાગરૂપે જીલ્લામાં સર્વેની કામગીરી શરૂ કરવા તેમજ કેસોનું રિપોટિંગ કરવા સુચના આપવામાં આવેલ છે.  આ સાથે પ્રજાને અપીલ કરવામાં આવેલ છે  કે, આંખો લાલ થવી, ખંજવાળ આવવી, આંખમાંથી પાણી પડવું, દુખાવો થવો, જેવા લક્ષણો જણાય તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવો અને સારવાર લેવી. આવો કેસ કોઈ ઘરમાં નોંધાય તો ઘરના બીજા સભ્યોએ આ રોગ ચેપી હોવાને લઈ તેનાથી અંતર જાળવી રાખવું હિતાવહ છે. તેમજ દર્દી ચશ્માનો ઉપયોગ કરે એ પણ આવશ્યક છે.

પાટણ જીલ્લામાં કંન્જકટીવાઇટીસના કેસો માટે આરોગ્ય શાખા દ્રારા રોગ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. જેવા કે,

૧- મળેલ કેસોને આંખના ટીપાનું વિતરણ કરવામાં આવે છે . અને તેમનો ચેપ બીજાને ન લાગે તેની માટે આરોગ્ય વિભાગ દ્રારા સમજાવવામાં આવે છે

૨ –જીલ્લામાં આંખના ટીપાનો પુરતો સ્ટોક છે

૩- જીલ્લાની આરોગ્ય ટીમ (RBSK) દ્રારા દરેક સ્કૂલોમાં જઈને કંન્જકટીવાઇટીસનું સર્વે કરવામાં આવે છે .

૪- જિલ્લામાં કાર્યરત SBCC ટીમો દ્રારા આરોગ્ય શિક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે .

૫- અત્યાર સુધી જીલ્લામાં કંન્જકટીવાઇટીસનાં ૩૨૩ કેસો મળેલ છે.

Leave a Comment