અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા જિલ્લાના નાગરિકોએ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો

રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માનનીય કેન્દ્રિયસંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ના 08.07.2023 ના રોજ અત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ સ્થાનિક શ્રમિકો સુધી અકસ્માત વિમાનો લાભ પહોંચાડવાનો છે. પાટણ જિલ્લામાં પણ “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” શરૂ કરવામાં આવે છે. જેનો લાભ લેવા માટે પાટણ જિલ્લાના નાગરિકોએ તાત્કાલિક નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા માટે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીઝ પાટણ ડિવીઝનની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.


આપણે સૌ જાણીએ છીએ કે શ્રમિકો વિવિધ સ્થળો પર જઈને પોતાના જીવના જોખમે કામ કરતા હોય છે. તેથી શ્રમિકોને એક અભેધ સુરક્ષા કવચ પૂરું પાડવા અને સરકારશ્રીના ધ્યેય “INSURANCE FOR ALL” ને સાર્થક કરવા માટે IPPB “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” શરૂ કરવામાં આવે છે. આ વિમો 10 લાખ અને 5 લાખ એમ બે વિકલ્પમાં ઉપ્લબ્ધ છે. આ વીમા યોજના હેઠળ ઓછા પ્રીમિયમમાં એટલે કે, રૂ 499/- અને 289/- ક્રમશઃ શ્રમિક વર્ગને દુર્ઘટનાથી મૃત્યુ, વિકલાંગતા, હોસ્પિટલમાં દાખલ ખર્ચ અને વીમા ધારકના મૃત્યુ બાદ બાળકોના શિક્ષણના લાભ સુધી વિવિધ સવલતો પૂરી પાડવામાં આવે છે.

Leave a Comment